________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hw
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા, ત્યાં ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો ષષ્ઠ વડે આત્માને ભાવતા છતા છઠું ચોમાસું રહ્યા. ત્યાં ગોશાલો પ્રભુને શોધતો ફરી ફરીને પાછો છ મહિને મિ. વ્યાખ્યાનમ્ આવીને મળ્યો. પ્રભુએ ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરી ઋતુબદ્ધ કાલમાં મગધ દેશમાં ઉપસર્ગ રહિતપણે વિચારવા લાગ્યા.
મગધ દેશમાં આઠ માસ ઉપસર્ગરહિત વિચારી શ્રમણ ભગવાનું શ્રી મહાવીર આલંભિકા નગરીએ ચાતુર્માસ કરવા પધાર્યા, ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચાતુર્માસ પૂરું કરી તે નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુડંગ સન્નિવેશમાં વાસુદેવના ચૈત્યમાં પ્રતિમાધ્યાને રહ્યા. કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરી મર્દન ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના પાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાલાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરા પણ ચલાયમાન ન કરી શકવાથી તે શિક વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ લોહાર્ગલ ગામ પધાર્યા, ત્યાં રાજ્ય કરતા જિતશત્રુ રાજાના અમલદારોએ મૌનધારી પ્રભુને તથા ગોશાલાને ખાનગી જાસૂસ જાણી પકડી રાજા પાસે લઈ ગયા. ત્યાં પ્રથમથી આવેલો ઉત્પલ નિમિત્તીયો પ્રભુને ઓળખી તુરત ઉભો થઈ ગયો, એ અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કરી રાજાને કહ્યું કે – રાજન્ ! આ જાસૂસ નથી, પણ સિદ્ધાર્થરાજાના પુત્ર
૩૦૪
For Private and Personal Use Only