________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાદા
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ
આવ્યા. તે ગામમાં ઘણી ગાયોવાલા કોઈ બ્રાહ્મણની ગોશાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, તે બાળક ગોશાલામાં જન્મ્યો, તેથી તેનું ગોશાલ નામ પડ્યું. ગોશાલો અનુક્રમે યુવાવસ્થા પામ્યો, અને ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યો હવે પ્રભુને માસક્ષપણ પૂરું થયું, ત્યારે તે માસક્ષપણને પારણે વિજય નામના શેઠે કૂર, આદિક, વિપુલ ભોજનથી વિધિએ કરીને પ્રભુને પારણું કરાવ્યું, તે વખતે આકાશમાં “અહો દાનમ્' એમ ઉદ્ઘોષણાપૂર્વક દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવો પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગોશાલે વિચાર્યું કે - “આ મુનિ કોઈ સામાન્ય નથી, કારણ કે તેમને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ, માટે હું તો આ ચિત્રપટનું પાખંડ છોડી દઈને આ પ્રભાવી મહાત્માનોજ શિષ્ય થાઉં, કારણ કે આવા ગુરુ નિષ્ફળ નહિ થાય”. તે ગોશાલો આમ ચિંતવતો હતો તેવામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. ગોશાલો નમીને બોલ્યો કે - “હે ભગવાન્ ! અત્યાર સુધી અજ્ઞાનથી હું આપનો પ્રભાવ જાણી શક્યો નહોતો, પણ આજે મને ખબર પડી કે આપ મહા પ્રભાવી મહાત્મા છો, આજથી હું આપનો શિષ્ય થઈને આપની સાથે જ રહીશ, આપ એક જ મારું શરણ છો”. પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા, ગોશાલો ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો પોતાની બુદ્ધિથી પ્રભુનો શિષ્ય થઈને રહ્યો. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠે પક્વાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના ગૃહસ્થ પરમાત્રાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક
૨૯૩
For Private and Personal Use Only