________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
i1
કલ્પસૂત્ર ભાષાંતર
પણ બહુ દોડવાથી તે સુકોમલ બળદોના સાંધા તુટી ગયા. જિનદાસનો મિત્ર કામ પતાવી તે બળદોને ષષ્ઠ જિનદાસને ઘેર બાંધી ચાલ્યો ગયો. ભોજન અવસરે જિનદાસ ઘેર આવ્યો. અને બળદોને ઘાસ નીયું તો ઘાસ હિર વ્યાખ્યાનનું ખાધું નહિ. પાણી પાવા લાગ્યો તો પાણી પણ પીધું નહિ. બળદોનાં મુખ પહોળા પડી ગયેલાં અને શ્વાસ ચડી ગયેલાં જોઈ જિનદાસને પણ દુઃખ થયું, અને આંખમાં આંસુ લાવી ભક્તપચ્ચખાણ કરાવ્યું, નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદોને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. નવા ઉત્પન્ન થયેલા તે કંબલ અને શંબલ દેવે અવધિજ્ઞાનથી જોયું તો તીર્થંકરપ્રભુને ઉપસર્ગ થતો દેખ્યો. તે બન્ને દેવ તુરત ત્યાં આવી એક જણે નાવનું રક્ષણ કર્યું, અને બીજા દેવે પેલા સુદંષ્ટ્રને હરાવી કાઢી મૂક્યો. ત્યાર પછી તે બન્ને દેવ પ્રભુના સત્ત્વ અને રૂપનું ગાયન કરતા તથા નાચતા છતા મહોત્સવ પૂર્વક સુગંધી જલ અને પુષ્પની વૃષ્ટિ કરી પોતાને સ્થાને ગયા.
પ્રભુ નાવમાંથી ઉતરી ત્યાંથી વિહાર કરી રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં વર્ષાકાલ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં એક શાલવીની શાલાના એક ભાગમાં તે શાલવીની રજા લઈ પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા. - હવે મંખલી નામે એક મંખ એટલે ચિત્રકલા જાણનાર ભિક્ષાચર વિશેષ હતો, તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓ બન્ને ચિત્રપટ હાથમાં રાખી ગુજરાન ચલાવતા છતા ફરતાં ફરતાં શરવણ નામના ગામમાં
* ૨૯૨
For Private and Personal Use Only