________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વખાણ થવા લાગ્યાં. આથી આહેર અને આહીરણ જિનદાસ ઉપર ઘણા ખુશ થઈ, તેઓ અતિમનોહર મજબૂત અને સરખી વયના શંબલ તથા કંબલ નામના ત્રણ ત્રણ વરસના બે વાછ૨ડા શેઠને દેવા લાગ્યા. જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઈ જવા ઘણું સમજાવ્યા છતાં તેઓ પરાણે તેમને દ્વારે બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર્યું કે - ‘જો આ વાછડાને છોડી મૂકીશ તો લોકો તેમને ખસી કરી ગાડી, હળ વગેરેમાં જોડી દુ:ખી કરશે, માટે ભલે મારે ઘેર જ રહ્યા' ઇત્યાદિ વિચારી તે દયાળુ જિનદાસ બન્ને વાછડાનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યો. જિનદાસ આઠમ, ચૌદસ વિગેરે પર્વતિથિએ પોસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતો, તે સાંભળી તે બળદો ભદ્રક પરિણામી થયા. પછી જે દિવસે શેઠ ઉપવાસ કરે તે દિવસે બળદો પણ ઘાસ પાણી વાપરે નહિ, તે દિવસે તેમને ઘાસ નીરે પણ જ્યારે ખાય નહિ ત્યારે શેઠે વિચાર્યું કે ‘આટલા દિવસ તો મેં માત્ર દયાને લીધે આ બળદોને પોષ્યા, પણ હવે તો મારા સાધર્મિક બંધુઓ છે'. એમ વિચારી જિનદાસ તેમનું બહુમાન કરવા લાગ્યો, તેને બળદો ઘણા પ્રિય થઈ પડ્યા. એક વખતે ભિંડીરવણ નામના યક્ષનો યાત્રોત્સવ આવ્યો, તેથી તે દિવસે જુવાનીયાઓએ વાહનોની વાહનક્રીડા કરવા માંડી. તે ઉત્સવમાં જિનદાસનો એક મિત્ર અતિ બલિષ્ટ અને દેખાવડા તે બળદોને જિનદાસને પૂછ્યા વગર જ લઈ ગયો. તેમણે જન્મથી ધોંસરી પણ જોઈ નહોતી એવા તે અણપલોટ બળદોને પોતાની ગાડીએ જોડી તેણે એક બીજાની સ્પર્ધાથી એવા તો દોડાવ્યા કે વાહનક્રીડા કરનાર દરેક લોકોને ક્ષણવારમાં જીતી લીધા,
4
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૨૯૧