________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VAS
કલ્પસૂત્ર ભાષાંતર
ભાવતાં તે સર્વે તે જ વખતે અનશન લઈ લીધું. વિષ વડે ભયંકર એવી મારી દષ્ટિ કોઈ ઉપર ન પડો” એમ એ વિચારીને તે સર્પ પોતાનું મસ્તક બિલમાં રાખી સ્થિર રહ્યો. આવી રીતે તે સર્પને સ્થિર દેખી, તે માર્ગે થઈને રહી વ્યાખ્યાન
ઘી, દૂધ વિગેરે વેચવા જતી સ્ત્રીઓએ તે નાગરાજને સંતુષ્ટ થયેલો જાણી, ઘી, દૂધ વિગેરેથી તેની ભક્તિપૂર્વક પુજા કરી. સ્ત્રીઓએ તે સર્પના શરીર પર ચોપડેલા ઘીની સુગંધીથી ત્યાં કીડીઓ એક્કી થઈ ગઈ, અને થે સર્પને તીક્ષ્ણ ચટકા ભરવા લાગી, છતાં પણ પ્રતિબોધ પામી શુભ ધ્યાનમાં આરૂઢ થઈ નિશ્ચલ રહેલો તે સર્પ જરા પણ ચલાયમાન થયો નહિ. આવી રીતે અતિશય વેદના થવા છતાં પોતાના પાપની નિંદા કરતો અને શુભ ભાવના ભાવતો પ્રભુની દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિ વડે સિચાયેલો તે ચંડકૌશિક સર્પ એક પખવાડીયે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયો. ચંડકૌશિક સર્પ ઉપર આવો મહાનું ઉપકાર કરી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરવાચાલ નામે ગામમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને અર્ધમાસક્ષપણને પારણે ખીર વહોરાવી, તે વખતે “અહો ! દાનમ્ ! અહો ! દાનમ્ !” એમ બોલતા દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરી શ્વેતાંબી નગરીમાં પધારેલા પ્રભુનો પ્રદેશી રાજાએ મહિમા કર્યો. ત્યાંથી સુરભિપુર તરફ જતા પ્રભુને પાંચ રથ યુક્ત નૈયગોત્રના રાજાઓએ વંદન કર્યું. ત્યાર પછી પ્રભુ સુરભિપુર પહોંચ્યા, ત્યાં ગંગા નદીને કાંઠે સિદ્ધયાત્ર નામનો નાવિક લોકોને ગંગા નદી ઉતારવા પોતાની નાવમાં ચડાવતો હતો, પ્રભુ છે. પણ તે નાવ પર ચડ્યા. નાવિક નાવને ચલાવવા માંડ્યો. હવે આ વખતે ઘુવડ પક્ષીનો શબ્દ સાંભળી એ જ
૨૮૯
For Private and Personal Use Only