________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
નાવમાં બેઠેલો ફેમિલ નામનો નિમિત્તીયો નાવમાં બેઠેલા બીજા લોકો પ્રતિ બોલ્યો કે - “નદી ઉતરતાં આજે આપણને મરણાંત કષ્ટ થશે, પણ આ મહાત્માના પ્રભાવથી તે સંકટ નષ્ટ થશે'. હવે ગંગામાં તે નાવ ચાલતાં ચાલતાં અગાધ જલમાં આવ્યું, એવામાં સુદંષ્ટ્રદેવ તે નાવને બૂડાડી દેવા તત્પર થયો. પ્રભુએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો. તે સિંહનો જીવ ઘણા ભવભ્રમણ કરી ભુવનપતિમાં સુદંષ્ટ્ર નામે નાગકુમાર દેવ થયો. તે પ્રભુને નાવમાં બેઠેલા જોઈ પૂર્વજન્મનું વૈર સંભારી વૈરનો બદલો લેવા માટે નાવને બૂડાડવા તૈયાર થયો. હવે એવામાં તે દેવ નાવને બૂડાડવા આદિક વિઘ્ન કરવા લાગ્યો, તેવામાં કંબલ અને શંબલ નામના દેવોએ આવી તે વિઘ્ન નિવારણ કર્યું. તે બે દેવની ઉત્પત્તિ આ પ્રમાણે છે -
મથુરા નગરીમાં જિનદાસ નામે શેઠ હતો, તેને સાધુદાસી નામે સ્ત્રી હતી. તેઓ પરમશ્રાવક હતા, પાંચમા વ્રતમાં સર્વથા પ્રકારે ઢોર રાખવાનું તેમણે પચ્ચકખાણ કર્યું હતું, તેથી તેઓ એકે પશુ રાખતા નહિ. તેઓ ત્યાં રહેતી એક આહીરણ પાસેથી દૂધ વિગેરે વેચાતું લેતા, તેણીને સાધુદાસી યોગ્ય પૈસા આપતી, અનુક્રમે તે બન્ને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. એક વખતે તે આહીરને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યો, તેથી તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. તેઓએ કહ્યું કે – અમે આવી શકશું નહિ, પણ વિવાહમાં જે કાંઈ વસ્તુઓ જોઈએ તે લઈ જાઓ. પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણાં ધૂપ સુગંધી પદાર્થો, વિગેરે ઉત્તમ વસ્તુઓ આપી, તેણે આપેલી દરેક સામગ્રીથી આહીરણને ઘેર વિવાહોત્સવ ઘણો સારો થયો, તેથી લોકોમાં તેનાં
૨૯૦
For Private and Personal Use Only