________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ક્રોધ કરી તેણે સૂર્ય સામુ જોઈ જોઈને વિશેષ દૃષ્ટિવાલા છોડવા માંડી; તો પણ એ જ્વાલાઓ પ્રભુ ઉપર જલધારા જેવી થઈ ગઈ. આવી રીતે ત્રણ વાર દૃષ્ટિવાલા છોડવા છતાં પ્રભુને એકાગ્ર ધ્યાને ઉભા રહેલા જોઈ, પ્રભુનો અલૌકિક પ્રભાવ ન જાણતો તે અજ્ઞાની સર્પ વધારે ગુસ્સે થયો, અને પ્રભુને ડસવા લાગ્યો. ‘મારા તીવ્ર વિષથી આક્રાંત થઈને આ હમણાં પડશે તો હું ચગદાઈ જઈશ' એવા ઇરાદાથી તે સર્પ ડસીને પાછો હઠી જતો હતો. પ્રભુના પગે જે જે સ્થાને તે ડસતો હતો ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહિ, માત્ર ત્યાંથી ગાયના દૂધ જેવી દૂધની ધારા ઝરતી હતી. સર્વે વિચાર્યું કે – “હું જેના સામી દૃષ્ટિ કરું તેને પણ બાળીને ભસ્મ કરી નાખું છું, પણ આને તો ડંખ મારવા છતાં સફેદ રુધિર નીકળ્યું!. વળી મારા એક જ ડંખથી ગમે | તેવો બલિષ્ટ માણસ પણ ચક્કર ખાઈને પડી જઈ મરણને શરણ થાય, પણ આ તો ઘણા ડંખ મારવા છતાં વ્યાકુલતા રહિત સ્થિર ઉભા છે !” આ પ્રમાણે વિસ્મય પામેલો તે સર્પ વિલખો થઈ પ્રભુ સામે જોઈ રહ્યો. પ્રભુની શાંતમુદ્રા જોઈ તેના ક્રોધી નેત્રમાં શાંતિ પ્રસરી. જ્યારે તે કાંઈક શાંત થયો ત્યારે પ્રભુ બોલ્યા કે - “બુઝ બુઝ ચંડકોસિયા ! – હે ચંડકૌશિક ! બુઝ બુઝ”. આ પ્રમાણે પ્રભુનાં અમૃત સમાન વચન સાંભળી, પ્રભુની શાંત મુદ્રા અને પર્વત સમાન ધીરતા દેખી ઉહાપોહ કરતાં તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કરેલા ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરતો તે સર્પ તુરત પાછો હઠી ગયો, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ “અહો ! કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપી કૂવામાં પડતો બચાવ્યો' ઇત્યાદિ શુભ ભાવના
YO
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને TC
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૨૮૮