________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
ટો
કલ્પસૂત્ર ભાષાંતર
ઘેટો ચોરીને તે ખાઈ ગયો છે; તેની નિશાની એ છે કે, તે ઘેટાનાં હાડકાં પોતાના ઘરની બોરડી નીચે દાટ્યાં હી છે. વળી આ પાખંડીનું ત્રીજું પણ એક દુશરિત્ર છે, પણ તે તો મારાથી કહી શકાય એવું નથી, તેની સ્ત્રી હતી. વ્યાખ્યાન
પાસે જઈ પૂછશો તો તેની સ્ત્રી જ કહેશે”. કુતૂહલી લોકોએ તુરત જ અચ્છેદકને ઘેર જઈ પૂછ્યું. અચ્છેદકને પોતાની સ્ત્રી સાથે અણબનાવ રહતો, વળી તે દિવસે તેણીને મારી હતી, તેથી ક્રોધપૂર્વક બોલી કે - “એ પાપિચ્છનું મોટું પણ જોવા યોગ્ય નથી, કારણ કે તે પોતાની બહેનને પણ ભોગવે છે”. આવી રીતે લોકમાં પોતાની હેલના થવાથી અચ્છેદક ઝંખવાણો પડી ગયો, અને કોઈ પણ માણસ પ્રભુ પાસે નહોતું ત્યારે પ્રભુ પાસે આવી દીનપણે નમીને બોલ્યો કે - “હે સ્વામી ! આપ તો વિશ્વવંદ્ય હોવાથી જ્યાં જ્યાં આપના ચરણકમલથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં પૂજાઓ છો; પણ હે કરુણાલુ! મારી તો અહીં જ આજીવિકા છે; માટે મેં કરેલો અપરાધ માફ કરો, અને લોકોમાં થતી લઘુતાથી બચાવો”. પ્રભુએ વિચાર્યું કે - “અહીં રહેવાથી આને અપ્રીતિ થશે માટે જગતનું ભલું કરવાને ઇચ્છતા માટે અહીંથી વિહાર કરવો શ્રેયસ્કર છે” એમ વિચારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળીયા મળ્યા, તેઓએ કહ્યું કે – “હે સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે માર્ગ જો કે શ્વેતાંબીએ પાંસરો જાય છે, પણ રસ્તામાં કનકખલ નામે તાપસોનું આશ્રયસ્થાન આવે છે. ત્યાં હમણાં એક ચંડકૌશિક નામે દષ્ટિવિષ સર્પ રહે છે, તે
૨૮૬
For Private and Personal Use Only