________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વાત સાચી પડવાથી ગામમાં પ્રભુનો મહિમા વધ્યો. તે ગામમાં અચ્છેદક નામે એક જ્યોતિષી રહેતો હતો, “ પ્રભુનો મહિમા વધતો જોઈ તેને ઈર્ષ્યા આવી, તેથી પ્રભુના મુખ દ્વારા બોલાતી સિદ્ધાર્થની વાણીને જુઠી વિધી વ્યાખ્યાનમ્ પાડવા તે સત્વર લોકો સાથે ત્યાં આવ્યો. પછી તે અચ્છેદકે બે હાથની આંગળીમાં ઘાસનું એક તરણું બન્ને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે - “કહો, આ તરણું મારાથી છેદાશે કે નહિ?” તેના મનમાં એવું હતું કે, આ દેવાર્ય જો તરણું છેદાવાનું કહેશે તો નહિ છેદું અને નહિ છેદાવાનું કહેશે તો છેદી નાખીશ, તેથી તેમની E વાણી લોકોમાં જુઠી પડશે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે, “એ તરણું છેદાશે નહિ, આ વચન સાંભળી અચ્છેદક આંગળીથી તે તરણું છેદવા તત્પર થયો. હવે આ વખતે ઈન્દ્ર પોતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણાં વીર પ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપયોગ મૂકી જોયું તો પ્રભુને ખોરાક ગામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા જોયા, અને અછંદકની આવી ચેષ્ટા જોઈ ઈન્દ્ર વિચાર્યું કે - “પ્રભુના મુખથી નીકળેલી રે વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી તેણે તુરત જ વડે અછંદકની દસે આંગળી કાપી નાખી, તેથી તૃણ શા. છેડાયું નહિ. પોતાનું કહેલું જૂઠું પાડવા તરકટ રચીને આવેલા અચ્છેદક ઉપર સિદ્ધાર્થ વ્યંતર ઘણો રૂખ થયો, તેથી ગામમાં તેની હલકાઈ કરાવવા લોકોને જણાવ્યું કે “આ નિમિત્તયો ચોર છે'. લોકોએ પૂછયું કે -
સ્વામી ! તેણે શું અને કોનું ચોર્યું છે?' સિદ્ધાર્થ બોલ્યો કે - “એણે વીરઘોષ નામના નોકરનો દસ પલ , પ્રમાણનો વાટકો ચોરીને વીરઘોષના ઘરની પછવાડે પૂર્વદિશામાં ખજુરી નીચે દાટ્યો છે.વળી ઇન્દ્રશર્માનોની
૨૮૫
(
૨૮૫
For Private and Personal Use Only