________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તારું સ્થાન ફેંકી દેશે, અને તને રઝળતો કરી મૂકશે'. સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી શૂલપાણિ ભયવિલ બની ગયો, પ્રભુના ચરણોમાં પડીને કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો, અને પ્રભુને વધારે વધારે પૂજવા લાગ્યો. પ્રભુ આગળ મધુર સ્વરે ગાયન ગાવા લાગ્યો, અને વિવિધ પ્રકારે નાચવા લાગ્યો. યક્ષના મંદિરમાં થતું ગાયન અને નાચ સાંભળી ગામના લોકો વિચારવા લાગ્યા કે - યક્ષે તે મહાત્માને મારી નાખ્યા લાગે છે, તેથી ખુશી થયેલો યક્ષ ગાય છે અને નાચે છે'. પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહોરમાં કાંઈક ઓછા સમય સુધી અત્યન્ત વેદના સહન કરી, તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઈ. નિદ્રાની અંદર પ્રભુ દસ સ્વપ્ન જોઈને જાગ્યા. સવાર થતાં ગામના લોકો યક્ષના મંદિરમાં એક્દા થયા, તેઓએ પ્રભુને દિવ્ય ગંધ, ચૂર્ણ અને પુષ્પોથી પૂજાયેલા જોઈને ઘણોજ હર્ષ પામ્યા, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. તે ગામના લોકો સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર એવા ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે જ્યોતિષી ~ આવ્યા હતા, તેઓએ પ્રભુને વંદન કર્યા બાદ, ઉત્પલ બોલ્યો કે – “હે ભગવાન્ ! આપે રાત્રિને છેડે જે દસ સ્વપ્ન જોયાં છે, તેઓનું ફળ આપ તો મહાજ્ઞાની હોવાથી જાણો જ છો, તો પણ હું ભક્તિવશ થઈને કહું છું – હે નાથ ! પહેલા સ્વપ્નમાં આપે તાલપિશાચને એટલે તાડ જેટલા ઉંચા પિશાચને હણ્યો, તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણશો ઃ બીજે સ્વપ્ને આપની સેવા કરતું સફેદ પક્ષી દેખ્યું, તેથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો । ત્રીજે સ્વપ્ને આપની સેવા કરતું વિચિત્ર કોયલપક્ષી જોયું, તેથી આપ દ્વાદશાંગી પ્રરૂપશો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૮૩