________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચોથે સ્વપ્ન આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમે સ્વપ્ન સમુદ્ર તર્યા, તેથી આપ સંસારને તરી જશો. છટ્ઠે સ્વપ્ન આપે દિકરી વ્યાખ્યાનમ્ ઉગતો સૂર્ય જોયો, તેથી થોડા જ વખતમાં આપને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. સાતમે સ્વપ્ન આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો તેથી થોડા જ વખતમાં આપની કીર્તિ ત્રણે ભુવનમાં ફેલાશે. આઠમે aar સ્વપ્ન આપ મેરુપર્વતના શિખર પર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી દેવો અને મનુષ્યોની થિથી સભામાં ધર્મ પ્રરૂપશો. નવમે સ્વપ્ન આપે દેવોથી શોભી રહેલું એવું પદ્મ સરોવર જોયું, તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. પરંતુ તે સ્વામી ! દસમાં સ્વપ્નમાં આપે જે સુગંધી પુષ્પમય બે માળાઓ દેખી, તેનો અર્થ હું જાણતો નથી”. તે વખતે પ્રભુએ કહ્યું કે ! - “હે ઉત્પલ ! દસમા સ્વપ્નમાં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ અને શ્રાવક ધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ”. ત્યાર પછી તે ઉત્પલ નિમિત્તીયો પ્રભુને વન્દન કરી પોતાને સ્થાને ગયો. ત્યાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષપણ એટલે પંદર પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું.
તે અસ્થિક ગામથી વિહાર કરીને પ્રભુ મોરાક સાન્નિવેશમાં બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તેણે ત્યાં પ્રભુનો મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકો છે આગળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની વાતો કહેવા લાગ્યો. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક
=
૨૮૪
For Private and Personal Use Only