________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
થઈ લોકોને પોતાનું મંદિર અને પોતાની મૂર્તિ કરાવવા જણાવ્યું. મરકીના ઉપદ્રવની શાંતિ માટે ગામના લોકોએ તુરત મંદિર કરાવી તે મંદિરની અંદર શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી, અને હમેશાં તે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. કોઈ માણસ રાત્રિએ તે મંદિરમાં રહેતો તો તેને યક્ષ મારી નાખતો. હવે શ્રીમહાવીર પ્રભુએ મોરાક ગામથી વિહાર કરી તે યક્ષને પ્રતિબોધવા માટે-પહેલું ચાતુર્માસ તે શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. ભગવાન્ જયારે ત્યાં પધાર્યા ત્યારે ગામના લોકોએ પ્રભુને કહ્યું કે - ‘હે ભગવન્ ! આ યક્ષ રાત્રિએ પોતાના ચૈત્યમાં રહેલાને મારી નાખે છે, માટે આપ અન્ય સ્થળે પધારો' આ પ્રમાણે લોકોએ કહેવા છતાં કરુણાલુ પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે તે જ ચૈત્યમાં રહેવા લોકો પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત્રિ રહ્યા.
હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગધ્યાને રહ્યા, ત્યારે તુ દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવો અટ્ટહાસ્ય કર્યો; છતાં ધ્યાનમગ્ન પ્રભુ નિશ્ચલ રહ્યા. વીરપ્રભુની ધીરતા - દેખી યક્ષ વધારે ગુસ્સે થયો, તેથી અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિકર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ તો જરા પણ ક્ષોભ ન પામ્યા. ત્યાર પછી તે યક્ષે પ્રભુને મસ્તક, કાન, નેત્ર, દાંત, પીઠ અને નખ, એ સાતે કોમલ અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી, કે જે એક એક વેદના પણ બીજા મનુષ્યનો પ્રાણ હરી લે છતાં જરા પણ કંપિત ન થયેલા પ્રભુને જોઈ, તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિ યક્ષને કહ્યું કે - ‘અરે અભાગીયા ! નીચકૃત્યની ઇન્દ્રને ખબર પડશે તો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૨૮૨