________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન મહાવીરે (સારૂં યુવાનસવાસારું) દીક્ષા લીધા પછી બાર વરસથી અધિક કાલ સુધી (નિત્ત્વ) હમેશાં (વોસદ્ધવાણ) કાયાથી શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસિરાવી છે કાયા જેમણે એવા, (ન્દ્રિયત્તત્તે) પરિષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપર મમતા જેમણે એવા છતા (ને ડ્ વસમ્મા ૩૫ન્નત્તિ) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા ? (તં હા) તે આ પ્રમાણે - વિના વા) દેવોએ કરેલા, (માનુસા વા) મનુષ્યોએ કરેલા, (તિરિવનોળિયા વા) અને તિર્યંચોએ કરેલા (પુત્તોમા વા) લોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકુળ ઉપસર્ગ; (પડિતોમા વા) પ્રતિલોમ એટલે દેવ, મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; તે (તે કન્ને) દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો; પ્રભુએ (સમાં સહ$) નિર્ભયપણે સહન કર્યા, (મફ) ક્રોધ રહિતપણે ખમ્યા, (તિતિવાફ) દીનતા રહિત (દિયાસેŞ) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા ||૧૧૭
દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમતાભાવે સહન કર્યા તે આ પ્રમાણે - ધનદેવ નામનો કોઈ વૈશ્ય પાંચસો ગાડી ભરીને નદી ઉતરતો હતો. નદીમાં કીચ્ચડ ઘણો હતો, તેથી તે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir YEA
ષષ્ઠ વ્યાખ્યાનમ
૨૮૦