________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
RECE
www.kobatirth.org
દારિદ્ર નષ્ટ થશે. માટે તું હમણાં જ પાછો પ્રભુ પાસે જા. પ્રભુ તો મમત્વ રહિત અને કરુણાના સાગર છે, તેથી તને બીજો પણ અર્ધભાગ આપી દેશે.” આ પ્રમાણે તે તુણનારના વચનથી પ્રેરાયેલો બ્રાહ્મણ ફરીથી પાછો પ્રભુ પાસે આવ્યો, પરંતુ લજ્જાથી તે અર્ધવસ્ત્ર માગી શક્યો નહિ, પણ તે અર્ધવસ પડી જાય તો લઈ જઉં, એવી આશાએ પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો. આવી રીતે અક વરસ વીતી જતાં તે અર્ધવસ્ર પોતાની મેળે પડી ગયું ત્યારે તે ગ્રહણ કરીને ચાલતો થયો.
આ પ્રમાણે ભગવંતે સવસ્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું, ત્યાર પછી પ્રભુ જિંદગી સુધી અચેલક અને કરપાત્રી રહ્યા.
હવે વિહાર કરતા ભગવાન્ શ્રીમહાવીર કોઈ વખતે ગંગાનદીને કિનારે આવ્યા, ત્યાં ચાલતાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલા પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલા જોઈને પુષ્પ નામનો સામુદ્રિક-જ્યોતિષી વિચારવા લાગ્યો કે – “અહો ! આ રસ્તે કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, માટે જઈને તેમની સેવા કરું, જેથી મારો મહાન્ અભ્યુદય થાય’”. એમ ચિંતવી તે પડેલા પગલાને અનુસારે ચાલતો ચાલતો સત્વર પ્રભુ પાસે આવ્યો. પરંતુ પ્રભુને નિર્પ્રન્થ જોઈ હતાશ થઈ ગયો, અને વિચારવા લાગ્યો કે - ‘અરે ! હું તો ઘણું દુઃખ વેઠી સામુદ્રિકશાસ્ત્ર ભણ્યો,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૭૮