________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir FE એ
કલ્પસૂત્ર ભાષાંતર
લાગ્યો કે - “હે પ્રભુ આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી આખા જગતનું દારિદ્ર નષ્ટ કર્યું, પરંતુ નિર્ભાગી એવો હું તે અવસરે પરદેશ ગયો હતો. દરાખ વખતે કાગડાની ચાંચ પાકે, તેમ હું પણ . વ્યાખ્યાનમ્ અવસર ચૂકવાથી આપના વાર્ષિક દાનનો લાભ ન મેળવી શક્યો, અને જેવો હતો તેવો જ હજુ દરિદ્રી રહ્યો.
"स्वामिन् ! कनकधाराभि-स्त्वयि सर्वत्र वर्षति । अभाग्यच्छत्रसंछन्ने, मयि नाऽऽयान्ति बिन्दवः ॥१॥"
હે સ્વામી ! સુવર્ણની ધારાઓથી તમે સર્વત્ર વરસ્યા, છતાં અભાગ્યરૂપી છત્રથી ઢંકાયેલા મારા ઉપર તે સુવર્ણધારાઓના બિંદુઓ પણ ન પડ્યાં ૧ હે પરદુઃખભંજક ! પરદેશમાં ભટકતા પણ મેં કાંઈ ન મેળવ્યું, નસીબ ચારે તરફ ફરી વળ્યું, અને જેવો ગયો તેવો જ પાછો આવ્યો. તો હે કૃપાળુ ! પુણ્યહીન નિરાશ્રય અને નિર્ધન હું જગતને વાંછિત આપનારા આપની પાસે જ શરણાર્થે આવ્યો છું. ઋદ્ધિની નદી વહેરાવી જગતનું દારિદ્ર ફડનારા આપની પાસે મારા જેવા એક ગરીબ બ્રાહ્મણનું દારિદ્ર દૂર કરવું શા હિસાબમાં છે? કારણ કે -
“संपूरिताऽशेषमहीतलस्य, पयोधरस्याऽद्भूतशक्तिभाजः ।
किं तुम्बपात्रप्रतिपूरणाय, भवेत् प्रयासस्य कणोऽपि नूनम् ? ॥१॥" જેણે સમગ્ર પૃથ્વીતલને જલથી ભરી દીધું છે એવા અદ્ભુત સામર્થ્યવાળા મેઘને એક તુંબડું ભરવા શું લેશમાત્ર પણ પ્રયાસ કરવો પડે ? ૧ાા”
૨૭
For Private and Personal Use Only