________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
[N [ Ill|
હોવાથી તે પડી ગયેલો દેવદૂષ્યપનો અરધો ભાગ પાછો ન લીધો, પણ પ્રભુના પિતા સિદ્ધાર્થરાજાનો મિત્ર સોમ નામનો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જ ચાલ્યો આવતો હતો તેણે લઈ લીધો, પ્રભુએ તે દેવદૂષ્યનો બાકીનો અર્ધ ભાગ તો તે જ બ્રાહ્મણને પહેલાં આપી દીધો હતો, તે વૃત્તાંત - આ પ્રમાણે જાણવો -
જે વખતે પ્રભુએ વાર્ષિકદાન દઈ જગતનું દારિદ્ર ફડતા હતા તે વખતે દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો, પણ કમનસીબ હોવાથી તે પરદેશમાંથી પણ કાંઈ લાભ મેળવ્યા વગર જ પાછો ઘેર આવ્યો. ગરીબાઈથી સંતપ્ત બનેલી તેની સ્ત્રી તેને વઢવા લાગી કે - “અરે નિર્ભાગ્ય શિરોમણિ ! શ્રી વર્ધમાનકુમારે જયારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે તો તમે પરદેશ ચાલ્યા ગયા !, પરદેશમાં પણ ભટકીને પાછા અત્યારે નિર્ધન જ ઘેર આવ્યા, જાઓ, અહીંથી દૂર ખસો, શું જોઈને મને તમારું મોઢું દેખાડો છો? જંગમ કલ્પવૃક્ષ સમાન તે શ્રીવર્ધમાન પાસે હજુ પણ જાઓ, એ દયાળુ અને દાનવીર છે, માટે જલદી તેમની જ પાસે જાઓ, જેથી દારિદ્ર દૂર થાય. કહ્યું છે કે –
"यैः प्राग् दत्तानि दानानि, पुनातुं हि ते क्षमा । शुष्कोऽपि हि नदीमार्गः, खन्यते सलिलार्थिभिः ॥१॥
જેમણે પહેલાં દાન આપ્યાં હોય તેઓ ફરીથી પણ દાન આપવાને સમર્થ હોય છે, કારણ કે સૂકાઈ ગયેલા પણ નદીના માર્ગને જલના અર્થી માણસો ખોદે છે, અને જલ મેળવે છે ૧l”
પોતાની સ્ત્રીનાં આવાં વચનથી પ્રેરાયેલો તે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો, અને દીન મુખે વિનંતિ કરવા
૨૭૫
For Private and Personal Use Only