________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
પધાર્યા, અને પેલા કુલપતિએ આપેલી ઘાસની એક ઝૂંપડીમાં રહ્યા. ત્યાં જંગલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો તે તાપસીની ઝૂંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસો લાકડીઓ મારી તે ગાયોને હાંકી કાઢી મૂકતા. તાપસોએ જયારે ગાયોને હાંકી મેલી, ત્યારે ગાયો જેમાં પ્રભુ રહેતા હતા તે ઝૂંપડીના ઘાસને નિઃશંકપણે ખાવા લાગી, છતાં પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાતી ગાયોને જયારે ન હાંકી ત્યારે તે વર ઝૂંપડીના સ્વામી તાપસે કુલપતિ આગળ જઈ રાવ કરી. તે જ વખતે કુલપતિ પ્રભુ પાસે આવી કહેવા લાગ્યો Uવ્યા કે – “હે વર્ધમાન ! પંખીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કરવા સાવધાન હોય છે, તમે તો રાજપુત્ર છો છતાં શું પોતાના આશ્રયનું પણ રક્ષણ કરવા અસમર્થ છો ?” સમભાવમગ્ન પ્રભુએ વિચાર કર્યો કે અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે, તેથી સકલ પ્રાણીનું હિત ઇચ્છતા માટે અહીં રહેવું યોગ્ય નથી, એમ ચિંતવી પ્રભુએ આ પાંચ અભિગ્રહ ગ્રહણ કર્યા.
જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ ૧, હમેશાં પ્રતિમા ધરીને રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, છમસ્થ અવસ્થા સુધી પ્રાય: મૌન રહેવું ૪, હાથમાં જ આહાર કરવો ૫. આ પ્રમાણે પાંચ અભિગ્રહ ગ્રહણ કરી વર્ષાકાલમાં અસાડ સુદ પૂર્ણિમાથી આરંભી પંદર દિવસ ગયા બાદ પ્રભુએ અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો.
(સમ મા મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (સંવછરં સાદિ માસ) એક વરસ અને એક મહિનાથી
૨૭૩
For Private and Personal Use Only