________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પોતાના જ ઉદ્યમ બળ વીર્ય પુરુષાતન તથા પરાક્રમથી કેવલજ્ઞાન મેળવે છે, અને મોક્ષે જાય છે”. પ્રભુનાં આવાં વચન સાંભળી ઇન્દ્રને પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો; અને પ્રભુને મરણાંત ઉપસર્ગ ફી વ્યાખ્યાનમ્ થાય તે અટકાવવા માટે બાળતપસ્યાથી બંતર જાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઈન્દ્ર પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી પ્રભુ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ‘મારે સપાત્ર ધર્મ પ્રરૂપવો, એટલે મારી પછી સાધુઓ પાત્રમાં આહાર કરે એમ સૂચના કરવા માટે પ્રભુએ પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાત્રથી કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ “અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ; એ પાંચ દિવો પ્રગટ થયાં.
ત્યાંથી વિહાર કરતા પ્રભુ મોરાક નામના સન્નિવેશમાં દૂઈજ્જત જાતિના તાપસીના આશ્રમે ગયા. આશ્રમમાં તાપસીનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા હાથ પ્રસાર્યા. કુલપતિની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુલપતિએ વિનંતી કરી કે - “આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાલ નિર્ગમન ! કરજો'. જો કે પ્રભુ તો વીતરાગ હતા, પણ તેના આગ્રહથી ત્યાં ચોમાસું રહેવાનું કબુલ કરી ત્યાંથી બીજી જગાએ વિહાર કરવા લાગ્યા. પ્રભુ ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરી વર્ષાઋતુ ગાળવા માટે પાછા તે આશ્રમ
૨૭૨
For Private and Personal Use Only