________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Nિ
AE
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રભુ પાસે મૂકી ગાયો દોહવા માટે ઘેર ગયો, બળદીયા તો દૂર જંગલમાં ચરવા ચાલ્યા ગયા. ગોવાળીયો ગાયો ષષ્ઠ દોહીને ઘરથી પાછો આવ્યો, અને બળદીયા ન દેખવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે - “હે આર્ય ! મારા બળદો કિ વ્યાખ્યાન ક્યાં છે?' પરંતુ પ્રતિમાધારી પ્રભુ જ્યારે કાંઈ પણ બોલ્યા નહિ ત્યારે ગોવાળીયે વિચાર્યું કે, બળદીયા સંબંધમાં આ કાંઈ જાણતા નથી. પછી તે ગોવાળીયો બળદીયાની શોધ કરવા આખી રાત જંગલમાં ભટક્યો, છતાં પત્તો લાગ્યો નહિ. હવે બળદીયા આખી રાત્રી ચરી ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા, અને ! સ્વસ્થ ચિત્તે વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલો ગોવાળીયો પણ ભટકી ભટકી ત્યાં આવ્યો, અને બળદોને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “અરે ! આને ખબર હતી, તો પણ મને નકામો આખી રાત્રી ભટકાવ્યો !” એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડ્યો! આ સમયે શક્રેન્દ્રને વિચાર થયો કે, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોવું; એમ વિચારી અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં તો પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગોવાળીયાને છે જોયો. ઇન્દ્ર તે વૃત્તાંત જાણી તુરત ગોવાળીયાને થંભાવી દીધો, અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી ઇન્દ્ર પ્રભુને વંદન કરી વિનંતી કરી કે, “હે ભગવન્! આપને બાર વરસ સુધી ઘણા ઉપસર્ગ થવાના છે, તેથી જો તમને રજા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહું”. પ્રભુ કાઉસગ્ગ પારીને બોલ્યા કે, “હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી થતું નથી તેમ થશે પણ નહિ કે, કોઈ પણ દેવેન્દ્ર અથવા અસુરેન્દ્રની સહાયથી તીર્થકરો પીધા કેવલજ્ઞાન ઉત્પન્ન કરે; અને સિદ્ધિપદને પામે. તીર્થકરો કદાપિ પરસહાયની અપેક્ષા રાખતા નથી, તેઓ તો
૨૭૧
For Private and Personal Use Only