________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
કાંઈક અધિક સમય સુધી (વીવરધારી રોલ્યા) વસ્ત્રધારી હતા. (તેના ઘરે ગવેતા) ત્યાર પછી અચેલક - વસ્ત્ર રહિત હતા, ( પરિશિ) અને કરપાત્ર – હાથરૂપી જ પાત્રવાળા હતા. પ્રભુનું અચેલકપણું નીચેના વૃતાન્તથી જાણવું -
પ્રભુ દીક્ષિત થયા પછી વિચરતા છતા એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીત્યા બાદ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, ત્યારે પછવાડે પડી ગયેલા તે દેવદૂષ્ય તરફ પ્રભુ સિંહાવલોકન વડે દૃષ્ટિ કરી આગળ ચાલતા થયા. પ્રભુએ પછવાડે પડી ગયેલા વસ્ત્ર તરફ શા કારણથી દષ્ટિ કરી ? તે સંબંધમાં ભિન્ન ભિન્ન મત છે.
૧. મમતાથી પ્રભુએ પાછું જોયું. ૨ તે વસ્ત્ર સાથે સ્થાને પડ્યું કે અયોગ્ય સ્થાને પડ્યું? તે જોવા માટે પ્રભુએ પાછું જોયું. ૩ પ્રભુએ સહસાકારે પાછું જોયું. ૪ મારા શિષ્યોને વસ્ત્ર-પાત્ર સુલભ થશે કે દુર્લભ ? તેનો નિર્ણય કરવા પ્રભુએ પાછું જોયું, એમ જુદા જુદા આચાર્યો કહે છે. - જ્યારે વૃદ્ધ આચાર્યોનો મત છે કે – પોતે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા પ્રભુએ પાછું વાળીને જોયું હતું, અને જયારે તે વસ્ત્રને કાંટામાં ભરાઈ ગયેલું જોયું ત્યારે તે ઉપરથી પ્રભુએ પોતાનું શાસન ઘણા કંટકવાળુ થશે એવો નિર્ણય કર્યો; આવી રીતે ભિન્ન ભિન્ન મત છે. પ્રભુ નિર્લોભી
૨૭૪
For Private and Personal Use Only