________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
3 by SA
www.kobatirth.org
ઝેરી સર્પે ઘણા માણસોના પ્રાણ હરી લીધા છે, માટે એ સરલ માર્ગ છોડી દઈ આ બીજે માર્ગે જાઓ”. આ પ્રમાણે તેઓએ વાર્યા છતાં કરુણાલુ પ્રભુ ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા તેજ આશ્રમે ગયા. ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્રતપસ્વી સાધુ હતા. તે સાધુ એકવખતે તપસ્યાને પારણે ગોચરી વહોરવા માટે એક શિષ્ય સાથે ગયા, રસ્તામાં ચાલતાં ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી જવાથી ચગદાઈ મરી ગઈ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પડિક્કમવા માટે હિતચિંતક પેલા શિષ્યે ગુરુને ઈરિયાવહી પડિક્કમતાં, ગોચરી પડિક્કમતાં અને સાયંકાલના પ્રતિક્રમણને વિષે, એમ ત્રણ વખત તે દેડકીની વિરાધના સંભારી આપી; ત્યારે તે સાધુ ક્રોધ કરી શિષ્યને મારવા દોડ્યા, પરન્તુ થાંભલા સાથે અફલાતાં તે તપસ્વી સાધુ કાલધર્મ પામી જ્યોતિષ્ક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે આશ્રમમાં પાંચસો તાપસોનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તે તાપસને પોતાના આશ્રમ પર ઘણો મોહ હતો, તેથી કદી કોઈ માણસ આશ્રમમાં ઉગેલા વૃક્ષોના ફળ વિગેરે ગ્રહણ કરતો તો તેના ૫૨ ક્રોધ કરી કુહાડાથી મારવા દોડતો. એક વખતે તે પોતાના આશ્રમમાં ફળોને ગ્રહણ કરતા રાજકુમારોને જોઈ તેમને મા૨વા માટે હાથમાં કુહાડો પકડી દોડતાં કૂવામાં પડી ગયો, અને ક્રોધના તીવ્ર અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દ્રષ્ટિવિષ સર્પ થયો. હવે પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભા. પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલો તે ક્રોધી સર્પ સૂર્ય સામે દૃષ્ટિ કરી પ્રભુ સન્મુખ દૃષ્ટિવાલા ફેંકવા લાગ્યો, છતાં પ્રભુને નિશ્ચલ જોઈ વધારે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૮૭