________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
સામુદિકશાસ્ત્રના કથન મુજબ તો આવા લક્ષણવાળો રાજાધિરાજ ચક્રવર્તી હોઈ શકે, પણ હું તો પ્રત્યક્ષ સાધુ જોઈ રહ્યો છું ! આવા ઉત્તમોત્તમ લક્ષણવાળો પણ સાધુ થઈને વ્રતનું કષ્ટ આચરે, તો પછી સામુદ્રિકપુસ્તક મિત્ર વ્યાખ્યાનમ્ જળમાં જ બોળવું જોઈએ'. આ પ્રમાણે તે પુષ્પ, સામુદ્રિકશાસ્ત્રને જુહૂં માનતો થકો વિચાર કરી રહ્યો છે, તેવામાં ઇન્દ્ર અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકવાથી તે સંબંધ જાણી તુરત ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે - “હે સામુદ્રિક! ખેદ ન કર, સામુદ્રિકશાસ્ત્ર તો સાચું જ છે, પણ તું જ તે શાસ્ત્રના મર્મને બરાબર સમજ્યોર્થિથી નથી. કારણ કે - ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોથી આ મહાપુરુષ ત્રણે જગતને પૂજનીય છે. દેવો અને અસુરોના પણ સ્વામી છે, અને થોડા જ સમયમાં કેવલજ્ઞાન પામી સકલ ઉત્તમ સંપત્તિઓના આશ્રયભૂત કે એવા તીર્થંકર થશે. વળી - काय: स्वेद-मला-ऽऽमय-विवर्जितः श्वासवायुरपि सुरभिः रूधिराऽऽमिमिषमपि धवलं गोदुग्धसहोदरं नेतुः ॥१॥
સ્વામીની કાયા પરસેવો, મેલ અને રોગ રહિત છે, શ્વાસોશ્વાસ પણ સુગંધી છે, રુધિર અને માંસ ા ગાયના દૂધ જેવાં સફેદ છે. આ મહાત્માના આવા બાહ્ય અને અત્યંતર અગણિત લક્ષણો ગણવાને કોણ સમર્થ છે ?” ઇત્યાદિ કહી ઇન્દ્ર પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન કર્યું. ત્યાર પછી ઇન્દ્ર પુષ્પને રત્નો, સુવર્ણ વિગેરે આપી તેને સમૃદ્ધિશાળી કરી પોતાને સ્થાનકે ગયો. પુષ્પ સામુદ્રિક ધાર્યા કરતા અધિક લાભ છે મળેલો હોવાથી સુખી થયો છતો પોતાને સ્થાને ગયો, અને પ્રભુએ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. * ૨૭૯
Re
For Private and Personal Use Only