________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દિ
માટે હે કૃપાનિધિ ! મને કાંઈ પણ આપો, આપ તો સકલ પ્રાણીઓ ઉપર કરુણાલુ છો માટે આશા ષષ્ઠ ધરીને આવેલા આ ગરીબ બ્રાહ્મણ ઉપર કૃપા કરો.” આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરુણાલુ પ્રભુએ શિક વ્યાખ્યાનમ્ દેવદૂષ્યનો અરધો ભાગ આપ્યો, અને વધેલો અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – આવા દાનેશ્વરી પણ પ્રભુએ પ્રયોજન વગરના પણ વસ્ત્રનો અર્ધભાગ જ આપ્યો, અને અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર-પાત્રની મૂચ્છ સૂચવે છે. કોઈ કહે છે કે – કાલના પ્રભાવથી ઋદ્ધિશાળી મનુષ્ય પણ ઉદારચિત્તથી ઉચિત્તપણું નહિ કરે એમ સૂચવ્યું. કેટલાક કહે છે કે – પ્રભુ પહેલાં વિપ્રકુલમાં આવ્યા હતા, તેના સંસ્કારથી પ્રભુએ અર્ધવસ્ત્ર રાખી અર્ધવસ્ત્ર જ આપ્યું; આવી રીતે ભિન્ન ભિન્ન મત છે.
હવે બ્રાહ્મણ તો તે બહુમૂલ્ય વસ્ત્રનો અર્ધભાગ મળવાથી ખુશી થઈ ગયો, અને પ્રભુને વંદન કરી સત્વરે , પોતાને ગામ આવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૂષ્યના છેડા બંધાવવા એક તુણનારને બતાવ્યું, અને , કોની પાસેથી કેવી રીતે વસ્ત્ર મળ્યું?, તે વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તુણનારે હકીકત ધ્યાનમાં લઈ કહ્યું કે - “હે સોમ! જો તું આ વસ્ત્રનો બીજો અરધો ટુકડો લઈ આવે તો બન્ને ટુકડાને એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધો દેખાય નહિ, તેથી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રની કિંમત એક લાખ સોનૈયા ઉપજશે. તે ઉપજેલા ધનમાંથી આપણે બન્ને અર્ધો ભાગ વહેંચી લેશું, અને તેથી આપણા બન્નેનું
૨૭૭
મત અને
For Private and Personal Use Only