________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FEN
કલ્પસૂત્ર ભાષાંતર
ધનદેવની પાંચસો ગાડી કીચ્ચડમાં ખુચી ગઈ. દરેક ગાડીએ જોડેલા બળદોએ ઘણું જોર કરવા છતાં કીચ્ચડમાં " સન્ન ખુંચી ગયેલી ગાડીઓ બહાર નીકળી શકી નહિ. હવે તેમાં એક બળદ ઘણો જોરાવર ઉત્સાહી અને તે વ્યાખ્યાનમ્ પાણીદાર હતો; તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ગાડીની ડાબી ધોંસરીએ જોડાઈ, એક પછી એક કરી પાંચસો ગાડી કીચ્ચડમાંથી તે એકલાએ બહાર ખેંચી કાઢી પરંતુ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તુટી ગયા, તેથી તે બળદ અશક્ત થઈ ગયો. બળદને અશક્ત થયેલો જોઈ ધનદેવે નજીકમાં Uવેથી રહેલા વર્ધમાન નામે ગામમાં જઈ ગામના અગ્રેસરોને બોલાવી તે બળદ સોંપ્યો, અને તેને માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા આપી ધનદેવ ચાલતો થયો. બળદના નીભાવ માટે દ્રવ્ય મળવા છતાં ગામના અગ્રેસરોએ બળદની સાર-સંભાળ ન કરી તેથી ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરા કરી મરીને વ્યખ્તર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયો. તે યક્ષ જ્ઞાનથી પોતાના પૂર્વભવનો સંબંધ જાણી વર્ધમાન ગામ ઉપર જ અતિશય કુદ્ધ થયો, તેથી તેણે તે ગામમાં મરકી ફેલાવી ઘણા માણસો મારી નાખ્યા. મરકીનો ઉપદ્રવ સપ્ત ફેલાવાથી માણસો એટલા બધા મરવા લાગ્યા કે, મડદાંઓને બાળનાર પણ મળે નહિ, તેથી ગામના લોકો 6 મડદાંઓને અગ્નિસંસ્કાર કર્યા વગર જ ગામ બહાર મૂકી દેવા લાગ્યા. આવી રીતે એમને એમ મડદાં પડી રહેવાથી ત્યાં અસ્થિ એટલે હાડકાંઓનો ઢગ થઈ ગયો, તેથી તે ગામનું નામ ‘અસ્થિકગ્રામ’ એ પ્રમાણે છે, પ્રસિદ્ધ થઈ ગયું. હવે જે કોઈ થોડા માણસો જીવતા રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. યક્ષે પ્રત્યક્ષ
For Private and Personal Use Only