________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ
अथ पञ्चमं व्याख्यानम् "पुरिम-चरिमाण कम्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं” ॥१॥
( ર ૨ vi) જે રાત્રિને વિષે (સમજે મહાવીરે બાપુ) શ્રમણ ભગવાન્ મહાવીર જન્મ્યા (સા vi રથ) તે રાત્રિ (વહિં સેટિં સેટિં જોવયંહિં ૩પથૌદિ ય) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓથી (ગર્તમામૈયા રામૈયા ૩વિ દુલ્યા) જાણે અતિશય આકુલ થઈ હોયની! તથા આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ.
આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુનો જન્મોત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું; તે વિસ્તાર આ પ્રમાણે -
પ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઈ હોયની ! એવી રમણીય દેખાવા લાગી, વાયરો સુખકર અને મંદ મંદ વાવા લાગ્યો, ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છવાસને પામી, અને દુ:ખવ્યાપ્ત નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્યો.
For Private and Personal Use Only