________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
FAPY
હા
(H HAI
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
(તમે દિવસે) પ્રભુના જન્મને પહેલે દિવસે (
દિહિયં ત્તિ) કુલમર્યાદા કરે છે, અર્થાતુ પુત્રજન્મને ઉચિત એવી કુલક્રમથી આવેલી ક્રિયા કરે છે. (તડા દિવ) ત્યાર પછી ત્રીજે દિવસે (ચંદ્ર-સૂટું રેન્તિ) ચન્દ્રમા અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવવિશેષ કરે છે. તેનો વિધિ આ પ્રમાણે-પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડીલ ગૃહસ્થ એવો ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી, પૂજી, વિધિ પૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત થયેલી એવી પુત્રસહિત માતાને ચન્દ્રનો ઉદય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ લઈ જઈને “ૐ અરજો સિ, નિશાવો સિ, નક્ષત્રપતિરસ, સુધારો સિ, ગૌધામ સિ, વુન્ની વૃદ્ધિ
ગુરુ સ્વાહા” ઇત્યાદિ ચન્દ્રનો મ7 ઉચ્ચારતો ગૃહસ્થગુરુ, માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગૃહસ્થગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે -
“सर्वोषधीमिश्रमरीचिराजिः, सर्वापदां संहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिंदुः सततं प्रसन्नः ॥१॥"
“સર્વ ઔષધિઓ વડે મિશ્રિત કિરણોની પંક્તિ વાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં હું કુશળ એવો ચન્દ્ર નિરંતર પ્રસન્ન થઈ, તમારા સકલ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો”.
૨૩૦
For Private and Personal Use Only