________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(
પુર નોતિર્દૂિ ઝડપબ્લિસ્ટિં સે)િ વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર પંચમ જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવપ્રકારના લોકાન્તિક દેવો (તાર્કિં)
વ્યાખ્યાનમ્ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા. તે વાણી કેવી છે? – (હિં ગાવ રમૂર્દિ) ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવતુ-જેને સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર દ્વેષ ન આવે એવી, મનને વિનોદ કરાવનારી, અતિશય સુંદર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, સુંદર ધ્વનિ, મનોહર વર્ણો અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ગો વડે વાળ યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી; અનર્થોના વિનાશ રૂપ મંગલ કરવામાં પ્રવીણ, અલંકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, સુકોમલ હોવાથી વિશે હૃદયને પ્યારી લાગે એવી, હૃદયને આહ્વાદ ઉપજાવનારી એટલે હૃદય શોકાદિનો નાશ કરનારી, જેમાં વર્ણો, પદો તથા વાક્યો થોડાં અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને એ સુંદર લાલિત્યવાળા વર્ગો વડે મનોહર; આવા પ્રકારની વાણી વડે (૩વર મનંતી ૫) પ્રભુને | નિરંતર અભિનંદતા છતા-એટલે પ્રભુનો સત્કાર કરતા, (૩મથુવમUT ૫) તથા પ્રભુની સ્તુતિ કરતા છતા પણ (gવં વાણી-) આ પ્રમાણે બોલ્યા - જો કે પ્રભુ તો સ્વયં સંબુદ્ધ છે – પોતે જ પ્રતિબોધ પામેલા છે, અને તેથી
૨૪૯
For Private and Personal Use Only