________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પ્રભુ ત્રીસ વરસ ગૃહસ્થાવાસમાં આવી રીતે રહ્યા-શ્રમણ ભગવાન્ મહાવીરની ઉમ્મર અઠ્યાવીસ વરસની થઈ ત્યારે તેમનાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય મુજબ પ્રભુનાં માતાપિતા માહેન્દ્ર નામના ચોથે દેવલોકે ગયાં, અને આચારાંગ સૂત્રના અભિપ્રાય મુજબ અચ્યુત નામના બારમા દેવલોકે ગયાં. પ્રભુએ ગર્ભાવાસમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘માતા-પિતા જીવતાં દીક્ષા નહિ લઈશ' તે પ્રતિજ્ઞા પૂરી થઈ, તેથી દીક્ષા માટે પોતાના વડીલ બંધુ નંદિવર્ધનની અનુમતિ માગી. નંદીવર્ધને જણાવ્યું કે - “ભાઈ ! માતા-પિતાના વિયોગથી હજુ હું પીડાઉં છું, હજુ તો તે દુઃખ વિસારે પડ્યું નથી તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો, આવે સમયે તમારો વિરહ ઘા ઉપર ખાર નાખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઈએ”. વૈરાગ્ય રંગથી ભીંજાએલા પ્રભુ બોલ્યા કે – “આર્ય ! આ સંસારમાં દરેક જીવોએ માતા-પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્ર વિગેરે સંબંધો ઘણી વખત બાંધ્યા, તો કોને માટે પ્રતિબંધ ક૨વો અને કોને માટે ન કરવો ? તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં કોઈ કોઈનું નથી, માટે શોક-સંતાપ છોડી ઘો”. રાજા નંદીવર્ધને કહ્યું કે – “ભાઈ ! તમે કહો છો તે હું પણ જાણું છું, પણ પ્રાણપ્રિય વહાલા બન્ધુ ! તમારો વિરહ મને અત્યન્ત સંતાપક૨ થશે, માટે આ વખતે દીક્ષા ન લ્યો, મારા આગ્રહથી હજુ બે વરસ ઘે૨ ૨હો. પ્રભુએ કહ્યું કે - ‘નરે શ્વર ! ભલે તમારા આગ્રહથી હું બે વરસ ઘેર રહીશ, પણ મારે માટે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૪૭