________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
S
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
I
પ્રકૃતિવાળા, (વિનg) વડિલોનો વિનય કરનારા, (ના) પ્રખ્યાતિ પામેલા, (રાયપુ) જ્ઞાત એટલે સિદ્ધાર્થ રાજા, તેમના પુત્ર, (નાઘુનવં) જ્ઞાત કુલમાં ચન્દ્રમાં સરખા, (વિ) વજઋષભનારા સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીર વાળા (હિ) વિદેહદિન્નાના અપત્ય એટલે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, (લ્ફિન) વિદેહ એટલે ત્રિશલા ક્ષત્રિયાણી, તેમની કુખની વિષે | ઉત્પન્ન થયેલા શરીરવાળા, (વિદભૂમા) વિદેહમાં એટલે ગૃહસ્થાવાસમાં સુકમાલ, કેમકે દીક્ષા વખતે તો પ્રભુ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં અતિ કઠોર હોવાથી સુકુમાલપણાએ કરીને રહિત હતા, આવાં વિશેષણોથી વિભૂષિત પ્રભુ (તીસ વાસા વિસિ ) ત્રીસ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહીને (૩Hપરં રેવત્ત હિં) પ્રભુનાં માતા પિતા દેવપણાને પામ્યાં ત્યારે, (ગુમદત્તરë ૩ન્મUTUTIV) ગુરુ એટલે મોટા ભાઈ નંદીવર્ધન તથા મહત્તરો એટલે રાજયના પ્રધાનો પાસેથી દીક્ષા લેવાને અનુમતિ પામેલા, (સમત્તપણum) માતા-પિતા જીવતાં હોયત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ અઠ્યાવીશ વરસે સંપૂર્ણ થયેલો હોવાથી તથા મોટાભાઈ નંદિવર્ધનના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાનો અભિગ્રહ સંપૂર્ણ થયેલો હોવાથી- સમાપ્ત થયેલી પ્રતિજ્ઞાવાળા હતા.
",
૨૪૬
For Private and Personal Use Only