________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યને ત્યજીને, આવી રીતે સર્વ વસ્તુઓનો (
વિદુત્તા) વિશેષ પ્રકારે ત્યાગ કરીને, (વિગોવત્તા) જમીનમાં દાટેલા અને ગુપ્ત રહેલા તે સુવર્ણાદિકને દાનના અતિશયથી પ્રગટ કરીને, અથવા સુવર્ણાદિક અસ્થિર હોવાથી તેને નિંદનીય ગણીને, (વા તાયાર્દિ પરમાત્તા) દાન લેવાને જેઓ આવે તે દાયાર એટલે યાચકો, તે યાચકોને દાન એટલે તે સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને; અથવા અમુકને આ આપવું એમ વિચારપૂર્વક આપીને; (વા તથા રમાત્તા) વળી પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યાં ૧૧૨
સૂત્રકારે આ સૂત્ર વડે, પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ સૂચવ્યું. તે આ પ્રમાણે – પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પ્રભુ વાર્ષિક દાન દેવાને પ્રવર્યા. પ્રભુ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાલ એમ ભોજનની વેળા સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપતા. નગરના દરેક રસ્તા અને શેરીઓ ઉપર ઉદ્દઘોષણા કરાવી કે; “જેને જે કાંઈ જોઈએ તે લઈ જાઓ'. આ પ્રમાણે ઉદ્ઘોષણાપૂર્વક જેને જે કાંઈ જોઈતું , તેને પ્રભુ આપતા, અને તે સર્વ ઇન્દ્રના હુકમથી દેવો પુરું કરતા. એવી રીતે પ્રભુએ એક વરસમાં ત્રણ અબજ અક્યાશી કરોડ અને એસી લાખ સોનૈયાનું દાન આપ્યું. આવી રીતે વાર્ષિક દાન આપીને પ્રભુએ છે પોતાના વડિલ બન્યુ નંદિવર્ધનને પૂછ્યું કે - “હે રાજન્ તમોએ કહેલો અવધિ પણ સંપૂર્ણ થયો છે, તેથી હવે
૨૫૨
For Private and Personal Use Only