________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
હું દીક્ષા સ્વીકારું છું’. તે સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા, પતાકા અને તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારોને સાફસુફ કરાવી, રંગ રોગાન કરાવી, સુશોભિત કરી. ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવા માટે માંચડા ગોઠવાવ્યા, યોગ્ય યોગ્ય સ્થળે પંચવર્ષી પુષ્પોની માળાઓ લટકાવી દીધી; આવી રીતે ક્ષત્રિયકુંડ નગરને દેવલોક સદેશ બનાવી દીધું. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અને શક્રાદિ દેવોએ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે આઠ જાતિના કલશો, પ્રત્યેક જાતિના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા, તથા બીજી પણ સકલ સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી અચ્યુતેન્દ્ર વિગેરે ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો અભિષેક કર્યો છતે, દેવોએ કરેલા તે કલશો દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કલશોની અંદર અંતર્હિત થઈ ગયા, તેથી નંદિવર્ધન રાજાએ કરાવેલા તે કલશો અત્યંત શોભવા લાગ્યા. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી સર્વ તીર્થોની માટીથી અને સકલ ઔષધિઓથી અભિષેક કર્યો; તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી દર્પણ વિગેરે લઇ ‘જય જય’ શબ્દો બોલતા અગાડી ઉભા રહ્યા. આવી રીતે પ્રભુએ સ્નાન કર્યા બાદ ગંધકાષાયી વજ્ર વડે શરીરને લુંછી નાખી દિવ્ય ચંદન વડે શરીરે વિલેપન કર્યું. પછી પ્રભુ કલ્પવૃક્ષના પુષ્પોની માળાથી પણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૫૩