________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
|
પંચમ વ્યાખ્યાનમુ
US
i) વિજય નામના મુહૂર્તમાં (ચંદ્રમા, સીયાપુ) ચંદ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા. પાલખીમાં બેઠેલા પ્રભુને જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન પર બેઠી, ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષાનું ઉપકરણ લઈને બેઠી, પાછળના ભાગમાં ઉત્તમ શૃંગાર પહેરેલી સ્વરૂપવતી એક તરુણ સ્ત્રી હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી, ઈશાન ખુણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કલશ હાથમાં લઈને બેઠી, અને અગ્નિખુણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખો લઈને ભદ્રાસન પર બેઠી. આવી રીતે સર્વપ્રકારની તૈયારી થઈ રહ્યા બાદ નંદિવર્ધન રાજાએ હુકમ કરેલા સેવકોએ તે પાલખીને ઉપાડી; પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, અમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની બાહાને, અને બલીન્દ્ર ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડી. વળી ચલાયમાન થતા કુંડલ વિગેરે આભૂષણોથી રમણીય લાગતા એવા બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ઇન્દ્રો પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરતા અને દંદુભી વગાડતા પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડવા લાગ્યા. ત્યાર પછી શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર પાલખીની બાહા છોડીને ભગવંતને ચામર વીંઝવા લાગ્યા આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા ત્યારે જેમ શરદ્ ઋતુમાં વિકસિત થયેલાં કમલો વડે પદ્મસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અલસીનું, કણેરનું, ચંપાનું અને
૨૫૫
For Private and Personal Use Only