________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પહ
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
તિલકનું વન શોભે, તેમ દેવોએ કરીને સમગ્ર આકાશ મનોહર શોભી રહ્યું, વળી નિરંતર વાગી રહેલાં | નગારાં, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને દુંદુભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ રહ્યો. વાજિંત્રોનો કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી સ્ત્રીઓ પોતપોતાનાં કાર્ય છોડી ઉતાવળથી દોડી આવતી વિવિધ પ્રકારની ચેષ્ટાઓથી લોકોને આશ્ચર્ય પમાડતી હતી. કહ્યું છે કે -
“तिन्निवि थीअं वल्लहां, कलि कज्जल सिंदूर । ए पुण अतिहि वल्लहां दूध जमाई तूर ॥१॥"
સ્ત્રીઓને ક્લેશ એટલે કજીયો, કાજલ અને સિંદૂર એ ત્રણ ચીજ વહાલી હોય છે, પણ દૂધ, જમાઈ અને વાજિંત્ર એ ત્રણ તો અતિશય વહાલાં હોય છે ”
તેથી નગરની સ્ત્રીઓ વાજિંત્રોના શબ્દ સાંભળી પોતપોતાનાં કામ અધૂરાં મૂકી એવી તો વિચિત્ર ) ચેષ્ટાઓ યુક્ત દોડી આવી કે જેને જોઈ હસવું આવે.
"स्वगल्लयोः काचन कज्जलाङ्क, कस्तूरिकाभिर्नयनाञ्जनं च ।
गले चलन्नूपुरमज्रिपीठे, ग्रैवेयकं चारु चकार बाला ॥१॥ कटीतटे कोऽपि बबन्ध हारं, काञ्ची क्वणत्किकिणिकां च कण्ठे ।
જોશીર્વપન રજ્ઞ પતા-વર્તન વહ્નિત્રે રા”
૨૫૬
For Private and Personal Use Only