________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
D
થકી હાર, કાનમાંથી કુંડલ, અને મસ્તક પરથી મુગટ ઉતારે છે. એ સઘળાં આભૂષણોને કુળની મહત્તરા સ્ત્રીએ હંસ લક્ષણ સાડીમાં ગ્રહણ કર્યાં. ત્યાર પછી કુલની મહત્તરા એવી તે સ્ત્રીએ “વાળવુનસમુન્ને સિ ાં તુમ ગયા !” ઇત્યાદિ શીખામણરૂપે કહ્યું એટલે - “હે પુત્ર ! તમે ઇક્ષ્વાકુ નામના ઉત્તમ કુળમાં જન્મ્યા છો, તમારું કાશ્યપ નામનું ઉંચું ગોત્ર છે, જ્ઞાતકુલરૂપી આકાશમાં પૂર્ણિમાના નિર્મલ ચન્દ્રમા સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રિયના અને ઉત્તમજાતિનાં ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છો, દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તમારી સ્તુતિ કરી છે; માટે હે પુત્ર ! આ સંયમ માર્ગમાં સાવધાન થઈ ચાલજો, મહાત્માઓએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તલવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજો, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરજો’ ઇત્યાદિ કહી પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક તરફ ખસી જાય છે.
7. C
(સોમુત્તા) ઉ૫૨ પ્રમાણે સર્વ પ્રકારના અલંકાર વિગેરે મૂકીને ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર (સયમેવ પંચયિં તોય રે) પોતાની મેળાએ જ એક મુષ્ટિ વડે દાઢી-મૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લોચ કરે છે. (રિસ્તા) પંચમુષ્ટિ લોચ કરીને (ઇન્ડેમ મન્નેનું અપાળાં) નિર્જલ છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (ત્યુત્તર્ષિં નવદ્ધત્તેનું નોમુવાળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (માં રેવનૂસનાવાય) ઇન્દ્રે ડાબા ખભા પર સ્થાપન કરેલુ એક દેવદૂષ્ય વસ્ર ગ્રહણ કરીને (Fì) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા એટલે રાગદ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન્ મહાવીર કેવા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૬૭