________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
છે? - (વી) અદ્વિતીય એવા; એટલે - જેમ ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છસો સાથે, અને બાકીના ઓગણીસ તીર્થંકરો હજાર હજાર સાથે લિ. વ્યાખ્યાનમ્ દીક્ષિત થયા તેમ ભગવાનું મહાવીર બીજા કોઈની સાથે દીક્ષિત થયા નહિ, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર (મું વિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુખ્ત થઈને (૩/ર૩) ગૃહવાસ થકી નીકળી (૩નારિયે પત્રણ) અણગારપણાને એટલે સાધુપણાને , પામ્યા. તેનો વિધિ આ પ્રમાણે -
ઉપર કહ્યા મુજબ પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચરવા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્ર વાજિંત્ર પ્રમુખનો કોલાહલ નિવારણ કર્યો. ત્યાર પછી પ્રભુએ “નમો સિદ્ધા” એ પ્રમાણે કહીને “મિ સમર્શિ સર્વ સઉન્ને ગોળ ઉત્તમઈત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો, પણ “ભંતે” એ શબ્દ ન બોલ્યા, કારણ કે તીર્થકરોનો એવો આચાર છે કે તેઓ સામાયિક ઉચરતાં ‘ભંતે' શબ્દ ન બોલે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી નંદીશ્વર ( દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ગયા. ll૧૧૬ “पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
॥ पञ्चमं व्याख्यानं समाप्तम् ।।
૨૬૮
For Private and Personal Use Only