________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“વળી કોઈક સ્ત્રી પ્રભુને દેખી બોલવા લાગી કે - અહો તેજ !, અહો રૂપ !, અહો મહાન્ પરાક્રમ !, અહો, શરીરને વિષે અદ્ભૂત સૌભાગ્ય !, હું તો વિધાતાના હાથની ચતુરાઈ જોઈ તેનાં દુખડાં લઉં છું, કે જેની આવી અદ્ભુત કારીગરી છે ।।૭।।’
“हस्ताम्बुजाभ्यां शुचिमौक्तिकौधै खाकिरन् काश्चन चञ्चलाक्ष्यः । काश्चिज्ञ्जगुर्मञ्जुलमङ्गलानि, प्रमोदपूर्णा ननृतुश्च काश्चित् ||८||”
-
‘‘ચંચલ નેત્રવાળી કેટલીએક સ્ત્રીઓએ હસ્તકમલથી પવિત્ર મોતીઓ ઉડાડી પ્રભુને વધાવ્યા, કેટલીએક સ્ત્રીઓ મધુર સ્વરથી રમણીય એવા ધવલમંગલ ગાવા લાગી, અને કેટલીએક સ્ત્રીઓ તો આનંદમગ્ન બની નાચવા લાગી ॥૮॥'
આવી રીતે નગરવાસી પુરુષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યા છે એવા ભગવંતની અગાડી પ્રથમ સ્વસ્તિક૧, શ્રીવસ્તર, નન્દાવત૩, વર્ધમાનક૪, ભદ્રાસનપ કલશ૬ મસ્ત્યયુગલ૭ અને દર્પણ૮, એ પ્રમાણે રત્નમય આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યાં. તેમની પછી પૂર્ણ કળશ, ઝારી, ચામરો, મોટી ધ્વજા, વૈડૂર્ય રત્નજડિત એવા દંડ પર રહેલું સફેદ છત્ર, તથા મણિ અને સુવર્ણમય એવું સિંહાસન ચાલ્યું. પછી સ્વાર સહિત એવા એકસો આઠ ઉત્તમ ઘોડા અને એકસો આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યાર બાદ ફરકતી પતાકાઓથી મનોહર લાગતા, ધ્વજાઓ અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
A
પંચમ
વ્યાખ્યાનમ્
૨૫૯