________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
હવેથી કોઈ પણ પ્રકારનો આરંભ ન કરશો, હું પ્રાસુક આહાર-પાણી વડે શરીરનો નિર્વાહ કરીશ'. નંદીવર્ધન છે. રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. ત્યાર પછી પ્રભુ બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે બે વરસ છે
વ્યાખ્યાનમ્ સુધી પ્રભુ વસ્ત્રો અને આભૂષણો વડે અલંકૃત રહેતા, પણ નિરવદ્ય આહાર કરતા, જલ પણ અચિત પિતા, તે બે વરસ સુધી પ્રભુ અચિત જલથી પણ સર્વસ્નાન નહિ કરતાં કેવલ લોકવ્યવહારથી હાથ, પગ અને મોટું થી ધોતા. ત્યારથી જીંદગી સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જયારે દીક્ષા લીધી ત્યારે તો તેમણે સચિત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તીર્થકરોનો તેવો આચાર છે. પ્રભુ જયારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી, નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે એ પ્રમાણે લોકોની વાત સાંભળી શ્રેણિક, ચંડપ્રદ્યોત વિગેરે રાજકુમારોને તેમનાં માતા-પિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા, પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને તેણ દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે “આ ચક્રવર્તી નથી” એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ગયા.
આવી રીતે એક તરફથી પ્રતિજ્ઞા સમાપ્ત થયેલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા, અને તેને બીજી તરફથી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું ત્યારે એટલે પ્રભુની ઓગણત્રીસ વરસની R, ઉમ્મર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી; તે સૂત્રકાર , કહે છે –
૨૪૮
For Private and Personal Use Only