________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થઈ બેઠા હતા, અને ઉત્તરની રાહ જોઈ રહ્યા હતા, તેવામાં પ્રભુએ તે દરેક પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપ્યા. પંડિતના મનમાં જે જે બાબતના સંદેહ હતા, તે દરેક સંદેહ ઇન્દ્રે અવધિજ્ઞાનથી જાણીને ભગવાનને પૂછ્યા, પ્રભુએ તે દરેક સંદેહના ઉત્તર સારી રીતે આપ્યા, ત્યારથી “જૈનેન્દ્ર” નામનું વ્યાકરણ થયું. આવી રીતે પ્રભુએ આપેલા ઉત્તર સાંભળી સકલ લોકો વિસ્મય પામ્યા કે - અહો ! વર્ધમાન કુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા ક્યાં ભણ્યા ? આશ્ચર્યમાં ગરકાવ થયેલો પંડિત પણ વિચારવા લાગ્યો કે – “બાલ્યકાળથી પણ મારા જે સંશયોનું મોટા મોટા પંડિતોએ પણ નિરાકરણ કર્યું ન હતું તે સકલ સંશયોને આ બાળક હોવા છતાં તેણે દૂર કર્યા ! વધારે આશ્ચર્ય તો એ છે કે, આવો વિદ્યાવિશારદ હોવા છતાં તેની કેવી ગંભીરતા છે ! અથવા આવા મહાત્મા પુરુષનું તો આવુ આચરણ હોવુ યુક્ત જ છે, કારણ કે - જેમ શરદ ઋતુમાં ગર્જના કરતો મેઘ વરસતો નથી, પણ વરસાદ ઋતુમાં ગર્જના ન કરતો મેઘ વસે છે; તેમ મોટી મોટી બડાઈની વાતો કરતો હલકો માણસ કાંઈ કરી શકતો નથી, પણ ન બોલતો ઉત્તમ માણસ ધારેલુ કામ પાર પાડે છે. અસાર પદાર્થનો પ્રાયઃ મોટો આડંબર હોય છે, પણ સાત્ત્વિક પદાર્થમાં આડંબર હોતો નથી; કેમકે, જેવો કાંસાનો અવાજ થાય છે તેવો સોનાનો અવાજ થતો નથી.' ઇત્યાદિ વિચાર કરતા પંડિતને શક્રેન્દ્રે કહ્યું કે - “હે વિપ્ર ! તમારે પોતાના ચિત્તમાં આ બાળકને મનુષ્યમાત્ર ન જાણવા, પણ આ મહત્માને તો ત્રણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૪૩