________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
આ તો ઠીક થતું નથી, કારણ કે - આંબા પર તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભણાવવી, અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે; તેમ તીર્થંકર પ્રભુ વિડી સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું કાર્ય નિરર્થક છે. પ્રભુ આગળ જે વચનોનો આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરવા જેવું, લંકાનિવાસી મનુષ્ય આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા જેવું, અને સમુદ્ર આગળ લવણનું ભેણું મૂકવા જેવુ નિરર્થક છે; કારણ કે - જિનેશ્વરી તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર, અને આભૂષણો વિના પણ મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે, પ્રભુનો અવિનય ન થવા દેવો જોઈએ.” આ પ્રમાણે દેવસભામાં પ્રભુના ગુણોનું વર્ણન કરી ઇન્દ્ર તુરત બ્રાહ્મણનું રૂપ ધરી જ્યાં પંડિતનું ઘર હતું ત્યાં આવ્યો. ત્યાર પછી પંડિતને ન યોગ્ય આસન પર પ્રભુને બેસાડી ઇન્દ્ર પ્રભુને એવા તો પ્રશ્નો પૂછ્યા કે, જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી તેઓની સિદ્ધિ પંડિત પણ કરી શકતો ન હતો. પોતાના મનમાં ઘણા વખતથી રહેલા સંદેહ પૂછેલા જોઈ ને પંડિત વિચારવા લાગ્યો કે - “લાંબા સમયથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં જે સંદેહોનું નિરાકરણ મારાથી થઈ શક્યું નથી તેઓના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે? આવી રીતે લોકો પણ વિચારવા લાગ્યાકે, આ આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે ?' આવી રીતે પંડિત તથા લોકો વિચારમગ્ન
૨૪૨
For Private and Personal Use Only