________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eષ
(
પી
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
Irell
આવી રીતે પ્રભુ પાસે પોતાના અપરાધની વારંવાર ક્ષમા યાચી, પ્રભુને નમસ્કાર કરી, તે દેવ પોતાને સ્થાનકે ગયો. તે વખતે સંતુષ્ટ થયેલા ઇન્દ્ર પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાનું પરાક્રમી દેખીને ઘેર્યશાલી પ્રભુનું ‘વીર' એ પ્રમાણે નામ પાડ્યું.
હવે પ્રભુ આઠ વરસથી કાંઈક અધિક ઉમ્મરના થયા. જો કે પ્રભુ તો જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાં તે સમયે પરમહર્ષિત થયેલાં માતા-પિતાએ મોહથી સામાન્ય પુત્ર પેઠે ભણાવવા માટે પાઠશાળાએ મોકલવા વિચાર કરી, શુભ મુહૂર્ત અને શુભ લગ્ન મહોત્સવપૂર્વક સર્વ પ્રકારની તૈયારી કરી. સગાં| સંબંધીઓનો હાથી, ઘોડા વિગેરે વાહનોથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણોથી, અને પંચવર્ણી રમણીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને યોગ્ય મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં વસ્ત્રો, અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. પાઠશાળાના વિદ્યાર્થીઓને | વહેંચવા માટે સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ, અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યા. સુવર્ણ રત્ન અને રૂપાથી જડેલાં પાટી, ખડીયો, લેખણ વિગેરે ભણવાનાં ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કર્યું. કુળની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી
૨૪૦
For Private and Personal Use Only