________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9 S
કલ્પસૂત્ર
ભાષાંતર
જઈ તે સર્પને પોતાને હાથે પકડી દૂર ફેંકી દીધો. આવી રીતે સર્પને દૂર ફેંકી દીધેલો જોઈ નિર્ભય બનેલા 1 પંચમ કુમારો પાછા એક્કા થઈ ગયા, અને રમ્મત ચાલુ કરી દીધી. તે દેવે વિચાર્યું કે - વર્ધમાનકુમાર આવી રીતે
વ્યાખ્યાન તો ન ડર્યા, માટે બીજી રીતે બીવરાવું.”
આ વખતે એક્કા થયેલા કુમારો દડાની રમ્મત કરી રહ્યા હતા, દેવ પણ કુમારનું રૂપ વિકર્વી તેઓ સાથે || ભળી ગયો, અને તેઓ સાથે રમવા લાગ્યો. દડાની રમ્મતમાં તેઓએ એવી શરત કરી હતી કે – જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમાર બનેલો તે દેવ શ્રીવર્ધમાન કુમાર સાથે દડાથી રમતો થકો હારી ગયો, ત્યારે હું હાર્યો, અને વર્ધમાન કુમાર જીત્યા” એમ બોલતો તે કુમાર બનેલો દેવ શ્રીવર્ધમાન કુમારને પોતાના ખભા ઉપર બેસાડી પ્રભુને બીવરાવવા માટે દેવશક્તિથી સાત તાડ જેટલા ઉંચા શરીરવાળો થઈ ગયો. પ્રભુએ તે સ્વરૂપ જાણીને વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તો પ્રહાર કર્યો કે, જે પ્રહારની વેદનાથી ચીસ પાડતો અને પીડાએલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું આ પરાક્રમ અને શૈર્ય પ્રત્યક્ષ દેખી ઇન્દ્રના વચનને સત્ય માનતા તે દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને સઘળો આગળનો વૃત્તાંત કહી સંભળાવી બોલ્યો કે, “હે પરમેશ્વર ! ઇન્દ્ર દેવસભામાં આપના ધૈર્યગુણની જેવી પ્રશંસા કરી તેનું ધૈર્ય છે મેં પ્રત્યક્ષ જોયું, હે સ્વામી ! મેં પરીક્ષા માટે આપને બીવરાવવા પ્રયત્ન કર્યા, તે અપરાધની ક્ષમા કરો.”
૨૩૯
For Private and Personal Use Only