________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
હોવા છતાં પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કરવાથી પરાક્રમશાળી; પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ | ગુણોએ કરીને યુક્ત હતા તેથી (સેટિં નામ ચં સમજે માવે મહાવીરુ દેવોએ તેમનું ‘શ્રમણ ભગવાનું મહાવીર' એ પ્રમાણે ત્રીજું નામ પાડ્યું /૧૦૮
દેવોએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું? તે સંબંધમાં આ પ્રમાણે સંપ્રદાય છે -
દેવો, અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મોત્સવ જેમનો એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા અને સેવકો વડે સેવાતા બીજના ચંદ્રમા પેઠે તથા કલ્પવૃક્ષના અંકુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાનુ તેજસ્વી, ચંદ્રમાં સરખા મનોહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળી, કમલ જેવા કોમલ હાથવાળા, સફેદ દાંતવાળા, સુગંધી શ્વાસવાળા, દેવો કરતાં પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણયુક્ત ત્રણ જ્ઞાન વડે શોભતા, નીરોગી, ધૈર્ય ગાત્મીયદિ ગુણોના નિધિ અને જગતને વિષે તિલક સમાન હતા. હવે આવી રીતે મોટા થતા પ્રભુ આઠેક વરસના થયા ત્યારે પોતે રમત-ગમતમાં આસક્તિ રહિત હોવા છતાં પણ સરખી ઉમ્મરના કુમારોના અતિ આગ્રહથી તેઓ સાથે ક્રીડા કરતા આમલકી ક્રીડા કરવા માટે એટલે વૃક્ષ પર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા માટે નગર બહાર ગયા. ત્યાં પ્રભુ તથા બીજા કુમારો
૨૩૭
For Private and Personal Use Only