________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વૃક્ષ પર ચડવું-કૂદવું પ્રમુખ રમ્મત કરવા લાગ્યા. હવે આ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરવા લાગ્યો કે – “હે દેવો ! હમણાંના કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાન કુમાર બાળક હોવા છતાં મહા પરાક્રમી છે, તેમને ઈન્દ્રાદિ દેવો પણ બીવરાવવાને અસમર્થ છે, અહા ! નાની ઉમ્મરમાં પણ કેવા પરાક્રમી છે. બાળક હોવા છતાં પણ કેવા ધૈર્યશાળી છે.” આવાં સૌધર્મેન્દ્રનાં વચન સાંભળી કોઈ મિથ્યાર્દષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે – “અરે ! ઇન્દ્રને પોતાની ઠકુરાઈના ગર્વથી નિરંકુશ વચનોથી ચતુરાઈ આવી હોય એમ લાગે છે. રૂના પુંમડાથી નગરને દાટી દેવા જેવા આવા મૂર્ખાઈ ભરેલા વચનોની કોણ બુદ્ધિમાન શ્રદ્ધા કરે. એક પામર કીડા સરખા માનવીને દેવો કરતાં પણ કેટલી હદે ચડાવી દે છે. શું એક માનવી – બાળકનું ધૈર્ય દેવો પણ ચલાયમાન ન કરી શકે એ માનવા યોગ્ય છે ?, નહિ નહિ, માટે હું હમણાં જ ત્યાં જઈ તે કુમારને બીવરાવી ઇન્દ્રનું વચન જુદું પાડું.” આ પ્રમાણે વિચાર કરી તે દેવ કુમારો રમી રહ્યા હતા ત્યાં આવ્યો; અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા; ચળકતા મણિવાળા ભયંકર ફૂંફાડા મારતા, કાજલ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા, અને વિસ્તૃત ફણાવાળા આવા પ્રકારના મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારો ૨મત પડતી મૂકી ત્યાંથી નાસી ગયા, પરંતુ મહાપરાક્રમી, ધૈર્યશાળી, શ્રીવર્ધમાન કુમારે જરા પણ ડર્યા વગર પોતે ત્યાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૮