________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
1
www.kobatirth.org
કરતાં અગીયારમો દિવસ વ્યતિક્રાન્ત થતા (નિવૃત્તિ! ગસુજ્ઞમ્મમ્મરણે) અને નાલચ્છેદ વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, (સંન્ને વારસાદે વિવસે) પુત્રજન્મના બારમે દિવસે પ્રભુનાં માતા પિતા (વિડાં સળ-પાળ-આમ-સામે વવપ્નડાવેન્તિ) પુષ્કળ અશન પાન, ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયા૨ કરાવે છે. (વવઅડાવિત્તા) તૈયા૨ કરાવીને (મિત્તનાફ-) મિત્રો, જ્ઞાતિ એટલે પોતાની જાતિના મનુષ્યો, (નિય-) પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, (સચળ-સંöધિ-)સ્વજન એટલે પિત્રાઇઓ, પુત્રી-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સંબંધિઓ, (પરિનાં) દાસી દાસ વિગેરે પોતાના નોકર-ચાકર, (નાÇ ૩૪ અત્તિ! ઞ) અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને (મંતેત્તિ) ભોજનને માટે આમંત્રણ કરે છે - નોતરું આપે છે. (આમંતિત્તા) આમંત્રણ કરીને (તેઓ પા ાયા) ત્યાર પછી પ્રભુના માતા પિતાએ સ્નાન કર્યું. વળી તેઓએ શું શું કર્યું ? - (ચલિમ્મા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, (ઘોયમંગલપાયચ્છિન્ના) વિઘ્નના વિનાશ માટે કર્યાં છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવાં; વળી પ્રભુના માતા પિતા કેવાં છે ? - (સુદ્ધાવેસાડું મંગલ્લાડું પવારૂં વત્યારૂં પરિહિયા) સ્વચ્છ, જે પહેરીને ભોજનમંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મંગલને સૂચવનારાં,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ICP
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૨