________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir Eા
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
1 કેળનાં ત્રણ ઘર બનાવે છે, તેઓમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બન્નેને સુગંધી તેલથી મર્દન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન
| વ્યાખ્યાનમુ કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણો પહેરાવે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં લઈ જઈને ભગવંતને તથા માતાને સિહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ઠો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્નિની રાખ વડે દિકુમારીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષાપોટલી બાંધે છે. ત્યાર પછી તે દિકુમારીઓ રત્નના બે ગોળાઓ અફળાવતી છતી “તમે પર્વત જેટલા દીઘયુષી થાઓ”, એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરે છે. એ પ્રત્યેક દિíમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સેનાઓ, સાત છે. સેનાપતિ તથા બીજા પણ મહદ્ધિક દેવો હોય છે. વળી તે દિíમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. એવી રીતે દિíમારીઓએ મહોત્સવ કર્યો.
ત્યાર પછી સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ પણ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું, ત્યારે ઇન્દ્ર છે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચરમ જિનેશ્વરનો જન્મ થયેલો જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિભેગમેથી દેવ પાસે જ એક યોજન પરિમંડલવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, અને તેથી સર્વ વિમાનોમાં રહેલા ઘંટ વાગવા
૨૧૩
૨ ૧૨
For Private and Personal Use Only