________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
In
માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ત્યાર પછી ઇન્દ્ર ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડી મૂકી, પ્રભુની દષ્ટિને વિનોદ આપવા માટે ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નના હારથી સુશોભિત એવો દડો લટકાવ્યો, તથા બત્રીશ બત્રીસ કરોડ રત્ન સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. ત્યાર પછી ઇન્દ્ર આભિયોગિક દેવો પાસે મોટા સાદે આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી કે - “પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જુનવૃક્ષની મંજરીની પેઠે સાત ટુકડા થશે”. વળી પ્રભુના અંગુઠા પર અમૃત મૂકીને નંદીશ્વર દ્વીપમાં અઠાઈ મહોત્સવ કરીને સઘળા દેવો પોતપોતાના સ્થાનકે ગયા. એવી રીતે દેવોએ શ્રીમહાવીરસ્વામીનો જન્મ મહોત્સવ કર્યો.
આ અવસરે સિદ્ધાર્થ રાજા પાસે પ્રિયંવદા નામની દાસી જલદી દોડી ગઈ, અને પુત્રજન્મની શુભ વધામણી આપી. આવી અણમૂલી વધામણી સાંભળી રાજા ઘણો જ હર્ષિત થયો, હર્ષના આવેશથી તેની વાણી પણ ગદ્ગદ્ શબ્દોવાળી થઈ ગઈ, અને તેના શરીરના રોમાંચ ખડાં થઈ ગયાં. આવી હર્ષદાયી વધામણી આપનારી દાસી પર સિદ્ધાર્થ રાજા ઘણા જ સંતુષ્ટ થયા, અને મુગટ સિવાયનાં પોતાનાં સઘળાં આભૂષણો તેણીને બક્ષીસ આપી દીધાં, તથા તેણીને દાસીપણાથી મુક્ત કરી દીધી.
(ત્ર રચળ = f સમને મન મહાવીરે ગા) જે રાત્રિએ શ્રમણ ભગવાનું મહાવીર જન્મ્યા (ત સ્થળ |
૨૨૦
For Private and Personal Use Only