________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પણ ભયવિહ્વળ બની ગયા. આ વખતે ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે, અરે ! આ પવિત્ર શાન્તિક્રિયા સમયે કોણે ઉત્પાત કર્યો ? એવી રીતે વિચારતા ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇન્દ્રે પ્રભુને કહ્યું કે, “હે નાથ ! અસામાન્ય એવું આપનું માહાત્મ્ય મારા જેવો સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ?, અહો ! તીર્થંકરનું અનન્ત બળ મેં ન જાણ્યું, માટે મેં જે આવું વિપરીત ચિંતવ્યું તે મારું મિથ્યા દુષ્કૃત હોજો, હે પ્રભુ ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું” આ પ્રમાણે ઇન્દ્ર પ્રભુ । પાસે ક્ષમા માગી. ત્યાર પછી પહેલાં અચ્યુતેંદ્રે પ્રભુને સ્નાન કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઇન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યાર પછી શક્કે પોતે ચાર વૃષભનું રૂપ કરીને તેઓનાં આઠ શીંગડાઓમાંથી પડતા જળ વડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે વિબુધ-પંડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થંકરને જળ વડે સ્નાન કરાવતાં પોતે નિર્મળ બન્યા. પછી દેવોએ મંગલદીવો અને આરતિ ઉતારીને નાચ, ગાયન વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યાર પછી ઇન્દ્રે ગંધકાષાયી નામનાં દિવ્ય વસ વડે પ્રભુના શરીરને લુંછી, ચંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખાએ કરીને-દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવસ્ત, સ્વસ્તિક, નન્દાવર્ત અને સિંહાસન, એ અષ્ટમંગલ આલેખીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી ઇન્દ્રે પ્રભુને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[7] [ ક ] [ C
પંચમ વ્યાખ્યાનમ્
૨૧૯