________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળો લહાવો-લાભ પોતે જ લેવા માટે ઈન્દ્ર પોતાનાં પાંચ રૂપ કર્યા. તે પાંચ રૂપોમાં ઇન્દ્ર પોતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે ! રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક રૂપે વજ ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યો. હવે ઈન્દ્રની સાથે ચાલતા દેવોમાં જેઓ અગાડી ચાલે છે તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછવાડે ચાલનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે; વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના અભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઈચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરુ પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયો, અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા સન્મુખ બેઠો.
આ વખતે દસ વૈમાનિક, વીસ ભવનપતિ, બત્રીસ વ્યંતર, અને બે જ્યોતિષ્ક; એ પ્રમાણે ચોસઠ ઈન્દ્રો છે પ્રભુના ચરણ સમીપે એક્કા થયા. ત્યાર પછી અચ્યતેન્દ્ર આભિયોગિક દેવો પાસે-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અનેરૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે એક યોજનાના મુખવાળા આઠ જાતિના કળશો, પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાના
૨૧૭
For Private and Personal Use Only