________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandit
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
વાગી રહેલા ભિન્ન ભિન્ન જાતિના વાજિંત્રોથી, ઘંટનાદોથી, અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય ! બની ગયું. તેઓમાંથી સિંહની સવારી કરનાર હાથીની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હઠાવી લે, નહિતર મારો આ મદોન્મત્ત કેસરી મારી નાખશે, એવી રીતે પાડાની સવારી કરનાર ઘોડેસ્વારને, ગરુડની સવારી કરનાર સર્પની સવારી કરનારને, અને ચિતરાની સવારી કરનાર બકરાની સવારી કરનારને પોતાનું વાહન દૂર હઠાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ પણ આકાશમાર્ગ અતિશય સાંકડો થઈ ગયો. કેટલાએક દેવો તો આવાં સંકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઈથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા. આવી રીતે સ્પર્ધાસ્પર્ધીથી અગાડી અગાડી ચાલતા દેવોમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર ! જરા મારે માટે થોડી વાર તો થોભ?, હું પણ તારી સાથે જ આવું છું. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે, આ અવસર મહાપુણ્યયોગે પ્રાપ્ત થયો છે, જે કોઈ આગળ જઈને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે તેને મહાભાગ્યશાળી સમજવો, માટે અત્યારે તો હું તારા માટે થોભીશ નહિ' એમ કહી તે આગળ ચાલવા લાગ્યો, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પોતે પણ બલિષ્ઠ હતા, તેઓ તો બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જેઓ નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતા અને ગુંચવાઈ ગયા છતા કહેવા લાગ્યા કે -
૨૧૫
For Private and Personal Use Only