________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ્
મંગાવ્યા. વળી ભંગાર એટલે કળશવિશેષ, દર્પણ, રત્નના કરંડીયા, સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ થાળ, પાત્રી એટલે ભાજનવિશેષ અને પુષ્પોની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણો કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિનાં એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી, જલ, ગંગા વિગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મદ્રહ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુલ્લહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો રાખેલા છે વક્ષ:સ્થળ પાસે જેઓએ એવા તે દેવો જાણે સંસારસમુદ્રને તરવા માટે ઘડા ધારણ કર્યા હોયની ! એવા શોભવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઈ કે “લઘુશરીરવાળા પ્રભુ આટલો બધો જળનો ભાર શી રીતે સહન કરી શકશે?”. આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરવા માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેરુ પર્વતને દબાવ્યો, એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરો ચોતરફથી પડવા લાગ્યાં, પર્વત કંપાયમાન થતાં પૃથ્વી પણ કમ્પી ઉઠી, સમુદ્ર ખળભળી ગયો, બ્રહ્માંડ ફૂટી જાય એવા ઘોર શબ્દ થવા લાગ્યા, અને દેવો
૨૧૮
For Private and Personal Use Only